ભુજ, તા. 7 : મુંદરા તાલુકાના નાના કપાયામાં
45,780ના દારૂ સાથે એક શખ્સને પશ્ચિમ
કચ્છ પોલીસની એલસીબીએ ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ સહિત કુલ રૂા. 8,05,780નો મુદ્દામાલ કબજે લીધો હતો, જ્યારે આ જથ્થો આપનાર હાથમાં આવ્યો નહોતો. પોલીસે
આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં
નાના કપાયા ગ્રામ પંચાયત પાસે ત્રણ રસ્તા પાસે કારમાં 45,780ના દારૂના જથ્થા સાથે મોહન
મૂળજી ગઢવીને ઝડપી પાડયો હતો. પોલીસે જીજે 37 બી 6611 નંબરની કાર
અને મોબાઈલ સહિત કુલ રૂા. 8,05,780નો
મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે આ જથ્થો
આપી જનારા આરોપી શિવમ પુનશી ગઢવીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.