• રવિવાર, 26 જુલાઈ, 2026

અંજારમાં આંકફરકનો જુગાર રમતો શખ્સ કાયદાના સંકજામાં

ગાંધીધામ, તા. 25 : અંજારમાં  આંકફરકનો જુગાર રમતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. શહેરના ટાઉનહોલ પાસે આરોપી જિતેન્દ્ર જયંતીલાલ ઠક્કર પોતાના અંગત ફાયદા માટે  વરલી-મટકા આંક ફરકનો જુગાર રમી-રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં  આરોપી જિતેન્દ્રની રોકડા રૂા. 10600 સાથે ધરપકડ થઈ હતી. આ ગુનામાં સામેલ અન્ય આરોપી દર્શન જેઠવા પોલીસના હાથમાં આવ્યો ન હતો. 

Panchang

dd