• શુક્રવાર, 26 જૂન, 2026

નાના કપાયાની શ્રમિક વસાહતમાંથી 1.40 લાખના ગાંજા સાથે શખ્સ જબ્બે

ભુજ, તા. 25 : પોલીસ દ્વારા `નો ડ્રગ્સ ઇન કચ્છ કેમ્પેઇન' અંતર્ગત પશ્ચિમ કચ્છની એસઓજીએ ગઇકાલે મુંદરાના નાના કપાયાની શ્રમિક વસાહતની ઓરડીમાંથી માદક પદાર્થ ગાંજો 2.817 કિ.ગ્રા. કિં. રૂા. 1,40,850ના મુદ્દામાલ સાથે મૂળ બિહારના યુવાનને ઝડપી લીધો છે. આ માલ તેના ગામનો મિત્ર આપી ગયાનું સામે આવ્યું છે. ભુજ સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડા દ્વારા `નો ડ્રગ્સ ઇન કચ્છ કેમ્પેઇન' અંતર્ગત પોલીસની છાનબીન ચાલુ છે, ત્યારે ગઇકાલે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, નાના કપાયાની લેબર કોલોનીમાં ફ્રેશ વેજિટેબલ એન્ડ ફ્રૂટ નામની દુકાન પાછળ ઓરડીમાં સોનુકુમાર મંડલ (હાલ ત્યાં જ રહેતો અને મૂળ બિહાર)નાએ ગાંજાનો જથ્થો રાખ્યો છે. આ બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 2.817 કિ. ગ્રા. કિં. રૂા. 1,40,850 અને એક મોબાઇલ કિં. રૂા. 20 હજારના મુદ્દામાલ સાથે સોનુકુમાર પ્રમોદ મંડલ (રહે. મૂળ કોઇબી સેખરા, જિ. પુર્ણિયા, બિહાર)ને ઝડપી લીધો હતો. આ ગાંજાનો જથ્થો તેને ગયા શનિવારે તેના જ ગામનો તેનો મિત્ર પંકજકુમાર બિચ્છો મંડલ આપી ગયાનું જણાવ્યું હતું. મુંદરા પોલીસ મથકે બંને તથા તપાસમાં જે ખૂલે તેની વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઇ છે. આ કામગીરીમાં એસઓજીના પીઆઇ એ. ડી. પરમાર, એમ. આર. સકોરિયા, પીએસઆઇ ટી. બી. રબારી, ભુજના પોલીસ કર્મચારી એએસઆઇ ચેતનસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, સિદ્ધરાજસિંહ ઝાલા, હે.કો. ગોપાલભાઇ ગઢવી, ભાવેશભાઇ ચૌધરી, ડ્રાઇવર મહિપતસિંહ સોલંકી, એલઆરપીસી મહિપાલસિંહ જાડેજા જોડાયા હતા. 

Panchang

dd