• શુક્રવાર, 26 જૂન, 2026

ત્રીજી ટેસ્ટફમસાં લાથમ અને કોન્વે વચ્ચે 317 રનની વિક્રમી ભાગીદારી

નોર્ટિંગહામ, તા. 25 : ઈંગ્લેન્ડ સામેના ત્રીજા અને ફાઇનલ સમાન ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે જોરદાર શરૂઆત કરી હતી. પહેલા દિવસે ચાના સમય બાદ ન્યુઝીલેન્ડના ચાર વિકેટે 361 રન થયા હતા. કપ્તાન ટોમ લાથમ અને ડવેન કોન્વેએ બન્નેએ ઈંગ્લેન્ડના બોલર્સની ધોલાઇ કરીને સદી ફટકારી હતી. કેપ્ટન લાથમ 15 ચોગ્ગાથી 151 રને અને કોન્વેએ ફોર્મમાં વાપસી કરીને 204 દડામાં 22 ચોગ્ગા અને 3 છગ્ગાથી 157 રન કર્યા હતા. બંનેએ 317 રનની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી. નિકોલસ 36 અને રવીન્દ્ર 6 રને આઉટ થયા  હતા. ન્યુઝીલેન્ડ ઈલેવનમાંથી ઇજાને લીધે મેટ હેનરી અને ગ્લેન ફિલિપ્સ બહાર થયા હતા. હેનરીએ પાછલી મેચમાં 11 વિકેટ લીધી હતી અને ફિલિપ્સે સદી કરી હતી જ્યારે ઈંગ્લેન્ડ ટીમમાં કેપ્ટન બેન સ્ટોકસ અને ગસ એટકિન્સનની વાપસી થઇ હતી. 

Panchang

dd