ગાંધીધામ, તા. 25 : શહેરના એક શખ્સ તથા મહિલાને
પાંચ જિલ્લાઓમાંથી પોલીસે તડીપાર કર્યા હતા. શહેરના એ-ડિવિઝન વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા
જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિઓ
કરતા માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ ઉપરી અધિકારીઓએ આપ્યા હતા, જેના આધારે સ્થાનિક પોલીસે દેવેન્દ્ર મહેશ સોંદરવા
તથા વિમળાદેવી સીતારામ બાવરીની તડીપારની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટરને મોકલાવી
હતી. ત્યાંથી લીલીઝંડી મળતા બંનને જાણ કરી બંનેને કચ્છ તથા તેને અડીને આવેલા મોરબી,
પાટણ, વાવ-થરાદ, સુરેન્દ્રનગરમાંથી
તડીપાર કરવામાં આવ્યા હતા. દેવેન્દ્ર પાસે અગાઉ જુદી-જુદી કલમો તળે બે તથા વિમળાદેવી
સામે દારૂ સંબંધી 12 ગુના નોંધાયેલા
છે.