ગાંધીધામ, તા. 25 : અંજાર તાલુકાના રતનાલ ગામમાં
એક શખ્સે કિશોરી સાથે અડપલાં કરતાં તેની સામે ગુનો દર્જ થયો હતો. અંજાર પોલીસ મથકે
નોંધાયેલી ફરિયાદમાં જણાવાયા મુજબ આ બનાવ આજથી ત્રણેક માસ અગાઉથી આજ સુધીમાં બન્યો
હોવાનું જણાવાયું હતું. આરોપી નાગજી વંકા રબારી નામના શખ્સે એક કિશોરીને હેરાન-પરેશન
કરી છેડતી કરી, જાતીય હુમલો કરતાં તેની
સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.