ભુજ, તા. 24 : શહેરના ન્યૂ લોટસ કોલોની બાજુના
વાલ્મીકિનગરમાં ગઇકાલે રાતે જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા છ ખેલીને પોલીસે ઝડપી પાડયા
હતા. ગઇકાલે રાતે બી-ડિવિઝન પોલીસને બાતમી મળતાં વાલ્મીકિનગરના એક મકાનના આંગણામાં
લાઇટના અજવાળામાં ધાણીપાસાનો જુગાર રમતા અંકિતકુમાર નરેશકુમાર ગેહલોત, હિતેન ઉર્ફે દાદુ નારાણ ખોખર, સાવન પુનાલાલ ઢંઢોરિયા, કમલ સોહનલાલ ગારૂ, વિનોદ વિક્રમ ચૌહાણ અને રાહુલ બાબુલાલ ચનાલ (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 10,300ના મુદ્દામાલ સાથે ઝડપી ગુના
દાખલ કાર્યવાહી કરી હતી.