ગાંધીધામ, તા. 26 : ચિત્તોડગઢ-રાજસ્થાનના ઝાકીરખાન
આમીરખાન મેવાતી નામના શખ્સ સામે સાડા પાંચ મહિના પહેલાં રાપર પોલીસ મથકે માદક પદાર્થની
કલમો તળે ગુનો નોંધાયો હતો. આ શખ્સનું નામ બહાર આવ્યા બાદ પોલીસ તેને શોધતી હતી. દરમ્યાન
તે આણંદમાં હોવાની પૂર્વ બાતમીના આધારે બાલાસર પીએસઆઇ બી.એ. ઝા અને તેમની ટીમે આ શખ્સને
પકડી પાડયો હતો.