ભુજ, તા. 26 : નખત્રાણા તાલુકાના દેવપર યક્ષના
21 વર્ષીય યુવાન જયેશ વેલજીભાઈ
કોલીનાં પત્ની અવસાન પામતાં તેઓ સતત તણાવમાં રહેતા હતા અને તેના વિયોગમાં જંતુનાશક
દવા પી લેતાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આ કરુણ બનાવ અંગે ગઈકાલે નખત્રાણા
પોલીસ મથકે મૃતક જયેશના પિતા વેલજીભાઈ કચરાભાઈ કોલીએ જાહેર કરેલી વિગતો મુજબ જયેશ તેની
પત્નીનાં અવસાન બાદ સતત માનસિક તણાવમાં રહેતો હતો,
આમ પત્નીના વિયોગને કારણે ગત તા. 24-11ના સાંજે લાખાડી સીમમાં આવેલી
કરશનભાઈ રૂડાભાઈ ભીમાણીની વાડી ઉપર જંતુનાશક દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન તેનું
મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.