• મંગળવાર, 23 જૂન, 2026

નાની ચિરઇનાં ખેતરમાંથી માનવ કંકાળ મળતા દોડધામ

ગાંધીધામ, તા. 22 :  ભચાઉના નાની ચિરઇ સીમમાં એક ખેતરમાંથી માનવ કંકાળ મળી આવતા પોલીસમાં દોડધામ થઇ પડી હતી. બીજી બાજુ ચોપડવા નજીક બસમાં બચબાઇક ભટકાવવાના અકસ્માતમાં ગળપાદરના માના ભગા રબારી નામના યુવાનનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. નાની ચિરઇ સીમનાં શામજી જસા બાલાસરાના ખેતરમાં ગઇકાલે સાંજે માનવ કંકાળ મળ્યું હતું આ માનવ હાડપિંજરનાં બાલ વગેરેના નમૂના લઇ તે કોણ છે ? અને તેનું મોત કયા કારણોસર થયું હશે તે જાણવા માટે એફ.એસ.એલ ખાતે મોકલી દેવા તજવીજ હાથ ધરાઇ હતી. આ હાડડપિંજર નજીક સેન્ડલ પડયા હોવાથી મહિલાનાકે કંકાળ હોવાનું અનુમાન સાથે આગળની કાર્યવાહી પોલીસે  હાથ ધરી છે. બીજી બાજુ ચોપડવા ઓવર બ્રિજ નજીક એસ.ટી. બસ નંબર જી.જે. 12 ઝેડ. 7284માં પાછળથી બાઇક ઘુસી જતાં ગળપાદરના માનાભાઇ રબારીનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.

Panchang

dd