• મંગળવાર, 23 જૂન, 2026

અધૂરા કામો, ઘાસચારો, પાણી અને દબાણ મુદ્દે રજૂઆત કરાઇ

નલિયા, તા. 22: અબડાસા તાલુકા પંચાયત કચેરી ખાતે ઇન્ચાર્જ ટીડીઓ જિજ્ઞેશ પરમારના અધ્યક્ષ સ્થાને અને તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રાસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અબડાસા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. કોંગ્રેસ સભ્યો દ્વસારા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. આ સભામાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરાઇ હતી. કારોબારી સમિતિમાં પ્રવીણ ભાનુશાલી, રીટાબા જાડેજા, નંદિનીબેન સોલંકી, સાફીનાબેન સુમરા અને લક્ષ્મીબા પઢિયારની વરણી કરાઇ હતી. જ્યારે સામાજિક ન્યાય સમિતિમાં હીરાબાઈ બુચિયા, આલમભાઈ ભેડી અને જયેશ વાઘેલાની વરણી કરાઇ હતી. સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસના સભ્યો દ્વારા રાધણપર ગામ આંગણવાડી બિલ્ડિગનું અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા, દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવા તેમજ મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થળોએથી દબાણ હટાવતી વખતે લોકોની આસ્થાનો ખ્યાલ રાખવા સહિતના મુદ્દાઓની રજૂઆત કરાઇ હતી. આ પ્રસંગે ચૂંટાયેલા સદસ્યો ઉપરાંત વિસ્તરણ અધિકારી ભાણજીભા સોઢા, પંચાયત એટીડીઓ નીલેશ રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd