લંડન, તા. 22 : ન્યૂઝીલેન્ડ સામેની
બીજી ટેસ્ટની હાર બાદ ત્રીજી ટેસ્ટની ઈંગ્લેન્ડ ટીમમાં નિયમિત કેપ્ટન બેન સ્ટોકસ અને
ફાસ્ટ બોલર ગસ એટકિન્સનની વાપસી થઇ છે. 1પ
ખેલાડીની ઈંગ્લેન્ડ ટીમમાંથી સોની બેકર,
જેમ્સ રિયૂ અને હેનરી ક્રોકોમ્બેને બહાર કરી દેવાયા છે. બેકર અને રિયૂએ
બીજી ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. આ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડનો 2પ3 રને
શાનદાર વિજય થયો હતો અને 3 મેચની શ્રેણી 1-1થી બરાબર કરી હતી. બીજી ટેસ્ટમાં કિવિઝ ફાસ્ટ બોલર
મેટ હેનરીએ કુલ 11 વિકેટ ઝડપી હતી. સ્ટોકસ
અને એટકિન્સનને નાઇટ કલબ વિવાદને લીધે બીજી ટેસ્ટની ઈંગ્લેન્ડ ટીમની બહાર કરાયા હતા.
આ બન્નેએ પહેલી ટેસ્ટની સમાપ્તિ બાદની રાત્રીએ લંડનની એક કલબમાં મારામારી કરી હતી.
હવે આ મામલે ઇસીબીએ કપ્તાન સ્ટોકસ અને બોલર એટકિન્સનને કલીન ચીટ આપી દીધી છે. ઇંગ્લેન્ડ
ટીમ : બેન સ્ટોકસ (કેપ્ટન), હેરી
બ્રુક, જો રૂટ, બેન ડકેટ, રેહાન અહમદ, જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન,
શોએબ બશીર, જેકેબ બેથેલ, જોર્ડન ફોકસ, મેથ્યૂ ફિશર, એમિલિયો
ગે, જેમી સ્મિથ અને જોશ ટંગ. બીજી ટેસ્ટ દરમિયાન ધીમી ઓવર ગતિ
માટે ઈંગ્લેન્ડ ટીમના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી 12 પોઈન્ટ કાપી લેવાયા છે. આ ઉપરાંત ટીમના તમામ ખેલાડી
પર મેચ ફીનો પ0 ટકાનો દંડ થયો છે. ડબ્લ્યૂટીસી પોઇન્ટ ટેબલ પર ઈંગ્લેન્ડ
ટીમ સાતમા નંબર પર છે. 12 ટેસ્ટ મેચ પછી તેના
38 પોઇન્ટ છે અને 26.39 જીતની ટકાવારી છે.