ગાંધીધામ,
તા. 22 : પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં ગુમ થયેલ અને અપહરણ થયેલા
બાળકો, વ્યક્તિઓને શોધી કાઢવા માટે ચલાવવામાં
આવી રહેલા અભિયાન ઓપરેશન મિલાપ અંતર્ગત અંજાર પોલીસને મોટી સફળતા મળી છે. અંજાર પોલીસે
ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમંત રિસોર્સના સચોટ ઉપયોગથી છેલ્લા એક મહિનામાં કુલ્લ 16 ગુમ થયેલા લોકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે સુખદ
મિલાપ કરાવ્યો હતો તેમજ વર્ષ 2019માં છ, 2024માં
ત્રણ, 2025માં બે અને 2026માં
પાંચ એમ 16 અન્ય લોકોને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી પોતાના
પરિવારથી વિખૂટા પડેલા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તમામ લોકોએ પોલીસનો
આભાર વ્યક્ત કર્યો હતો.