• રવિવાર, 16 જૂન, 2024

ભારત ફરી ઓસ્ટ્રેલિયા સામે બાથ ભીડશે

નવી દિલ્હી, તા. 20 : વિશ્વકપમાં લગાતાર 10 વિજય બાદ ટીમ ઇન્ડિયાને ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે પરાજયની પીડા વેઠવી પડી પરંતુ આ હારના ભાર સાથે ભારતીય ખેલાડીઓને બેસી રહેવાનો હવે વધુ સમય નથી. ભારત ત્રણ દિવસ બાદ ફરી કાંગારુ ટીમ સામે પાંચ ટી-20 મેચોની શ્રેણીમાં બાથ ભીડશે. ભારતીય ટીમનું સુકાન સૂર્યકુમાર યાદવને સોંપાયું છે. આમ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ હજુ ભારતમાં જ રોકાયા છે. પહેલી ત્રણ ટી-20 માટે ઋતુરાજ ગાયકવાડ અને છેલ્લી બે મેચ માટે શ્રેયસ અય્યરને ઉપસુકાની બનાવાયા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ અને જાડેજાને આરામ અપાયો છે. વર્ષ 2024માં રમાનારા ટી-20 વિશ્વકપની તૈયારીની શરૂઆત ટીમ ઇન્ડિયા 23મી નવેમ્બર ગુરુવારથી ઓસી સામે ટી-20 શ્રેણી સાથે કરશે. પાંચ મેચની આ શ્રેણીનો પ્રથમ મુકાબલો વિશાખાપટ્ટનમમાં, ત્રિવેન્દ્રમમાં 26મી નવેમ્બરના બીજી મેચ, ત્રીજી મેચ 28 નવેમ્બરના ગૌહાતીમાં રમાશે. ત્યારબાદ ચોથો જંગ પહેલી ડિસેમ્બરે નાગપુરમાં અને શ્રેણીનો અંતિમ ટી-20 મુકાબલો હૈદરાબાદમાં ત્રીજી ડિસેમ્બરના રમાશે. બીજીતરફ આ ટી-20 શ્રેણી માટે પહેલાં જ પોતાની ટીમનું એલાન કરી ચૂકેલા ઓસ્ટ્રેલિયાનું સુકાન મેથ્યુ વેડ સંભાળશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang