• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

વર્લ્ડ બેડમિન્ટન : લક્ષ્ય અને ઉન્નતિ હુડ્ડા બીજા રાઉન્ડમાં

નવી દિલ્હી, તા.18: બીડબ્લ્યૂએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા દિવસે ભારતના ખેલાડીઓની આગેકૂચ ચાલુ રહી છે. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેનનો આજે પહેલા રાઉન્ડમાં રોમાનિયાના ખેલાડી કોલિન ફિલિમોન વિરુદ્ધ પ્રથમ ગેમની હાર બાદ શાનદાર વાપસીથી જોરદાર વિજય થયો હતો. લક્ષ્ય સેન 16-21, 21-18 અને 21-4ની જીત સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો છે. જ્યારે મહિલા સિંગલ્સમાં ભારતની ઉન્નતિ હુડ્ડાએ મ્યાંમારની ખેલાડી થેત હતાર થુજારને 22-20 અને 21-16થી હાર આપી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. મહિલા ડબલ્સમાં ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદ બીજા રાઉન્ડમાં અમેરિકી જોડીને 21-1પ અને 21-12થી હાર આપી રાઉન્ડ-16માં પ્રવેશ કર્યો હતો. મિકસ ડબલ્સમાં ભારતીય જોડી રોહન કપૂર-ઋત્વિકા શિવાની હારી હતી.

Panchang

dd