લીડ્સ, તા. 18 : ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની
ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ બુધવારથી શરૂ થશે. આ પહેલાં પાક. ટીમને મોટો ફટકો
પડયો છે. હાથની ઇજાને લીધે કપ્તાન બાબર આઝમ પહેલી ટેસ્ટની લગભગ બહાર થઇ ગયો છે. અભ્યાસ
મેચ દરમિયાન બાબરના જમણા હાથમાં ઇજા થઇ હતી. આથી તેનું પહેલી ટેસ્ટમાં રમવું શંકાસ્પદ
બન્યું છે. આઝમની અનુપસ્થિતિમાં અનુભવી બેટધર શાન મસૂદ પાક. ટીમનો ફરી ઇન્ચાર્જ કેપ્ટન
બની શકે છે. બીજી તરફ ઈંગ્લેન્ડ ટીમ ફરી એકવાર જો રૂટના કપ્તાન પદ હેઠળ રમવા ઉતરશે.
પાછલી ઘરેલુ શ્રેણીમાં ઈંગ્લેન્ડ ટીમ ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી હારી હતી. આ પછી બેન
સ્ટોકસ કેપ્ટન પદેથી રાજીનામું આપી નિવૃત્ત થઇ ચૂક્યો છે. કોચ મેકયૂલમની હકાલપટ્ટી
થઇ છે.