• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

પ્રાદેશિક કમિશનરે અંજાર સુધરાઈની મુલાકાત લઈ વિવિધ કામોની કરી સમીક્ષા

અંજાર, તા. 18 :  નગરપાલિકા કચેરી ખાતે રિજિયોનલ કમિશનરે મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. રિજિયોનલ કમિશનર આર.એન. કુચરા દ્વારા એસ.બી.એમ.ના કામો તથા અન્ય વિકાસના કામોની સ્થળ ઉપર ચકાસણી કરાઈ હતી. નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ અને વેલસ્પન એસ. ટી. પી. પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો કર્યાં હતાં. આ મુલાકાત વેળાએ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા, ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા, શાસકપક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી, શામજીભાઈ ખાંડેકા, કચેરી અધીક્ષક  રશ્મિનભાઈ ભીંડે, એન્જિનીયર કિશનભાઇ પ્રજાપતિ, સાવન પંડયા, પ્રકાશભાઈ રોશિયા, ગૂંજનભાઈ પંડયા, ધવલભાઇ થરાદરા તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd