વોશિંગ્ટન, તા. 18 : મંગળવારે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે હોર્મુઝની
સામુદ્રધુનીનો એક નકશો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેમાં હોર્મુઝને અમેરિકાના નવા પ્રદેશ તરીકે દર્શાવાયું હતું. પોસ્ટ કરવામાં
આવેલા ગ્રાફિકમાં ઈરાન અને ઓમાન વચ્ચે આવેલી હોર્મુઝની સામુદ્રધુનીને એક વર્તુળ દ્વારા
પ્રકાશિત કરવામાં આવી છે અને તેની ઉપર `નવો યુએસ પ્રદેશ' લખેલું જોવા મળે છે. જો કે, ઈરાને ટ્રમ્પની આ દાવાવાળી
પોસ્ટનું તાત્કાલિક ખંડન કર્યું હતું.