• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ગુજરાતને ફ્યુચર સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવો : મુખ્યમંત્રી

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશને યુ.એસ. પ્રવાસના બીજા દિવસે સેમીકંડક્ટર, એઆઇ, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમીંગ અને ડિપટેક  સેક્ટર્સ, ટેક્નોલોજી અને સેમીકંડક્ટર સેક્ટરના 100થી વધુ ઈન્ડસ્ટ્રી લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને વન ટુ વન બેઠકો યોજી હતી. આ ઉપરાંત એજ્યુ ટેક, હેલ્થ ટેક અને ગેમીંગ સેક્ટર્સના અગ્રણી સાથે પણ રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તબક્કે મુખ્યમંત્રીએ, ગુજરાતને માત્ર ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન તરીકે નહી પરંતુ ફ્યુચર ટેક્નોલોજી, ઈનોવેશન ઈકોસિસ્ટમ અને સપ્લાય ચેઈન નિર્માણ માટે લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવવા ગ્લોબલ કંપનીઝને આહવાન કર્યુ હતું અને આગામી જાન્યુઆરી -2027માં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થઈને ઇ2, 2ઋ બેઠકો દ્વારા સહયોગની તકો શોધવા આમંત્રણ પણ પાઠવ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, સિલીકોનવેલીની ટેક્નોલોજી અને ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ક્ષમતાઓ પરસ્પર પૂરક બની શકે છે. ગુજરાતમાં આવી કંપનીઝ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઈનોવેશનથી લઈને મેન્યુફેક્ચરીંગ તેમજ ગ્લોબલ એક્સ્પાન્શન સુધીની એક સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઉપલદ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે. તેમણે એઆઇ, હેલ્થ ટેક, એજ્યુ ટેક અને ગેમીંગ સેક્ટર્સના અગ્રણીઓની યોજાયેલી રાઉન્ડ ટેબલમાં એઆઇ, જનરેટીવ એઆઇ, રોબોટિક્સ, એજ્યુકેશન, હેલ્થ ટેક અને ગેમીંગ સેક્ટર્સમાં ઉભરી રહેલી તકો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.

Panchang

dd