• સોમવાર, 20 મે, 2024

પ્લેઓફની આશા જીવંત રાખવા પંજાબ-બેંગ્લુરુ વચ્ચે આર યા પારનો જંગ

ધર્મશાલા, તા. 8 : પ્લેઓફની રહી-સહી આશા જીવંત રાખવા માટે આઇપીએલની આવતીકાલની મેચમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આમને-સામને હશે. બેંગ્લુરુ સાતમા અને પંજાબ આઠમા ક્રમ સાથે પોઇન્ટ ટેબલ પર ઉપર આવવા સંઘર્ષ કરી રહી છે, પણ બન્ને ટીમ પ્રારંભથી સાતત્યસભર દેખાવ કરી રહી નથી. ટીમ સંતુલનના અભાવે પંજાબબન્ને ટીમના ખાતામાં 11-11 મેચમાં ફક્ત 4-4 જીત છે. તેમની પાસે 8-8 પોઇન્ટ છે. પ્લેઓફમાં સ્થાન જમાવવા બાકીની ત્રણેય મેચોમાં ટીમને જીત અનિવાર્ય છે. આથી ધર્મશાલામાં આવતીકાલ ગુરુવારે રમાનારે મેચ બન્ને ટીમ માટે આર યા પાર બની રહેશે. પંજાબને મેદાન પર પાછલા મેચમાં સીએસકેના હાથે હાર મળી હતી જ્યારે આરસીબી શરૂઆતની નિષ્ફળતા બાદ પાછલા કેટલાક મેચથી સારો દેખાવ કરી રહી છે. તેણે પાછલા મેચમાં ગુજરાત ટાઇટન્સને હાર આપી હતી. વિરાટ કોહલી આરસીબીની બેટિંગ કરોડરજ્જુ છે. કપ્તાન પ્લેસિ ફોર્મમાં વાપસી કરી ચૂક્યો છે. વિલ જેક્સ આતશી સદી બાદ આરસીબીનો તારણહાર બન્યો છે. મધ્યક્રમમાં મેકલેવેલ, પાટીદાર અને ગ્રીને આક્રમક ઇનિંગ્સ રમવી પડશે. સિરાજની ફોર્મ વાપસી આરસીબી તાકાત વધારે છે જ્યારે પંજાબ ટીમને આશા રહેશે કે નિયમિત કપ્તાન શિખર ધવન મેચથી વાપસી કરશે. ધવનની અનુપસ્થિતિમાં પંજાબની બેટિંગ હરોળ નબળી પડી છે. બેયરસ્ટો અને શશાંક સિંહ પાસેથી ટીમને આક્રમક ઇનિંગની આશા રહેશે. બોલિંગમાં પંજાબનો આધાર અર્શદીપ પર રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang