• રવિવાર, 16 જૂન, 2024

ચારધામ યાત્રા : ધસારો ખતરનાક

અક્ષયતૃતિયાના દિવસે, 10 મેએ કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીધામના કપાટ ખૂલવાના શરૂ થયા અને 1રમી મેએ બદરીનાથના કપાટ ખૂલ્યા પછી સંપૂર્ણરીતે સંચાલિત થઈ રહેલી ચારધામ યાત્રામાં ભારે પ્રમાણમાં શ્રદ્ધાળુઓના પહોંચવાથી સરકારી વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પરિણામે યાત્રાળુઓ મુશ્કેલીમાં છે. ઉલ્લેખનીય છે કે, યાત્રાના પહેલા ત્રણ દિવસમાં ગયાં વર્ષની સરખામણીમાં 61 ટકા વધુ યાત્રીઓ પહોંચી ગયા હતા, કેદારનાથમાં 67 ટકા હતા. સ્થિતિ છે કે, છેલ્લા પાંચ દિવસમાં અઢી લાખથી વધુ લોકો દર્શન કરી ચૂકયા છે, જ્યારે કે 27 લાખથી વધુએ નામ રજિસ્ટર્ડ કરાવ્યાં છે. ગયાં વર્ષે પહેલા પાંચ દિવસમાં ફક્ત 52 હજાર લોકો પહોંચ્યા હતા. ભૌગોલિક રૂપથી અસ્થિર ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં એકાએક આટલી ભારે માત્રામાં લોકો પહોંચવાથી સ્થિતિ એવી છે કે, હરિદ્વારથી આગળ વધતાં અનેક કિલોમીટર લાંબા ટ્રાફિકજામમાં 20થી 2 કલાક સુધી લોકો ફસાયેલા છે. અત્યાર સુધી 10 યાત્રી સ્વર્ગવાસી થયા છે. ચારધામ યાત્રા માટે 14 મેએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનારાની સંખ્યા 26,73,519 પર પહોંચી ચૂકી છે. આમાંથી કેદારનાથ જનારા નવ લાખથી પણ અધિક છે અને બદરીનાથ માટે સવા આઠ લાખથી અધિક છે. સવા ચાર લાખ લોકો યમનોત્રી જવા ઈચ્છે છે, તો પોણા પાંચ લાખ ગંગોત્રી. વધતા ઓનલાઈન રજિસ્ટ્રેશનના પગલે પર્યટન વિભાગે ઓનલાઈન રજિસ્ટ્રેશન બે દિવસ બંધ રાખ્યું છે. મુશ્કેલીઓ માટે તંત્રની ગેરવ્યવસ્થાને દોષ આપવાને બદલે ભૂલવું નહીં જોઈએ કે, સરકારની જે વ્યવસ્થા હતી, તે 2023ના શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.અનેક લોકો તો રજિસ્ટ્રેશન વિના ત્યાં પહોંચી ગયા હતા. વર્ષે લગભગ 80 લાખ શ્રદ્ધાળુ દર્શન માટે પહોંચી શકે છે. સવાલ છે કે, શું સ્થાનિક મૂળભૂત માળખું માટે તૈયાર છે? 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદી દ્વારા ચારધામ રાજમાર્ગ વિકાસ યોજના, જેને ચારધામ ઓલ વેધર સડક પરિયોજના કહેવામાં આવે છે, એની શરૂઆત કરી હતી. તેનો ઉદ્દેશ હતો ચારધામ યાત્રાને સુગમ અને સુરક્ષિત બનાવવી. ચારધામ નહીં, પરંતુ સંરક્ષણની દૃષ્ટિથી પણ મહત્ત્વપૂર્ણ પરિયોજનામાં ગયાં વર્ષે ઉત્તરકાશીની સુરંગ દુર્ઘટનાથી કેટલોક વિલંબ થયો પણ હવે તો પૂર્ણ થવાની આરે છે. ઉપરાંત ચાર ધામોને જોડનારી રેલવેની ચારધામ પરિયોજના પણ આગલાં વર્ષ સુધી પૂરી થવાની આશા છે. પરિણામે આવનારાં વર્ષોમાં યાત્રામાં નિશ્ચિત પરેશાનીઓ નહીં હોય. હાલ ચારધામ યાત્રા માટે જે સ્થિતિ છે, તેને પહોંચી વળવા સ્થાનિક તંત્રે તો વધુ સક્રિયતા દાખવવાની રહેશે, લોકોએ પણ સમજવું જોઈએ કે, યાત્રા નવેમ્બર સુધી ચાલવાની છે, તેથી ઉતાવળ કરવાની જરૂર નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang