• રવિવાર, 16 જૂન, 2024

માંડવીમાં પ્રવાસીઓની સુવિધા - સલામતી પ્રત્યે ઘોર બેદરકારી

કચ્છે પ્રવાસના વૈશ્વિક નકશામાં નામ કાઢયા પછી દેશ-વિદેશના પર્યટકો અહીં આવતા થયા છે. વિશેષ તો માંડવીનો રમણીય સાગરકાંઠો આકર્ષણનું કેન્દ્ર બનતાં ટૂરિસ્ટ સિઝનમાં અને રજાના દિવસોમાં સેંકડો લોકો ઊમટી પડે છે. પર્યટન વિકસે સારી વાત છે, પરંતુ ધસારાને પહોંચી વળવાની સુવિધાઓ તથા જાન-માલની સલામતીના યોગ્ય પગલાં અનિવાર્યપણે લેવાવાં જોઇએ. એવી દરકાર કરાય તો કેવાં ગંભીર પરિણામ આવે ત્રણ દિવસ પહેલાંની દુર્ઘટનાએ પૂરવાર કરી દીધું છે. માંડવી સાગરકાંઠે વોટર સ્પોર્ટ્સ વિકસ્યું છે, મોટાભાગનું ગેરકાયદે રીતે. પંજાબથી આવેલા એક પ્રવાસીનું પેરાગ્લાઇડિંગ કરતી વખતે નીચે પટકાતાં મોત નીપજ્યું. અતિ ગંભીર બનાવ છે અને માટેની જવાબદારી વહેલીતકે સુનિશ્ચિત થવી જોઇએ.  દુર્ઘટના બન્યાના બે દિવસ બાદ પોલીસે પેરાગ્લાઈડિંગ સંચાલક અને અન્યો સામે સાઅપરાધ માનવવધનો ગુનો દાખલ કર્યો છે. માંડવી બીચ પરની રાઇડ્સ લાંબા સમયથી ચર્ચામાં રહી છે. સમુદ્રમાં ઝડપી સહેલગાહ માટે મોટરબોટ છે. ઉપરાંત જીપ દોડાવીને પેરાગ્લાઇડિંગ કરાવાય છે. સત્તાવાર આંક પ્રમાણે લાયસન્સ માત્ર 16 બોટવાળાને અપાયાં છે, બાકી બધું ગેરકાયદેસર. છાશવારે અકસ્માતના બનતા બનાવોએ પ્રવાસીઓના જાનમાલની સલામતીનો પ્રશ્ન ઊભો કર્યો છે. સમુદ્રતટે પરિવાર સાથે આવતા પ્રવાસીઓનો ઉદ્દેશ આનંદ પ્રમોદ કે મોજમજાનો હોય છે. રાઇડ લેતી વખતે ભાગ્યે કોઇ માન્યતાપ્રાપ્ત છે કે નહીં અથવા તો સુરક્ષાની તકેદારી લેવાય છે કે નહીં, એવી પૂછતાછ કરતું હોય છે. તાલાવેલી કે સંજોગોનો ગેરફાયદો ઊઠાવાય છે. એમાંથી આવી હોનારત સર્જાતી હોય છે. કચ્છમાં પ્રવાસન મોટાપાયે ધમધમતું થયા પછી ટૂરિઝમ વિભાગ અને સંબંધિત તંત્રોએ બધી બાબતોની ચિંતા કરીને સલામતીના ઉપાય કરવા જોઇએ. કમનસીબે આવું ભાગ્યે બનતું હોય છે. માંડવીનો દરિયો કેટલીય દુર્ઘટનાનો સાક્ષી છે. સમુદ્રમાં સ્પીડબોટ ઊથલતાં અમદાવાદના પર્યટક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. પ્રકારના બીજા બનાવોએ બનતા રહ્યા છે. કંઇક ઘટના સર્જાય ત્યારે તંત્ર હાકલા પડકારા કરે. બોટો જપ્ત કરાય, પરંતુ પછી બધું રાબેતા મુજબ થઇ જાય. પેરાગ્લાઇડિંગ કાંડ થયો એના આગલા દિવસે નાયબ કલેક્ટર, મામલતદાર, પોલીસ અધિકારીઓની ટીમે વોટર સ્પોર્ટ્સ રાઇડ બંધ કરવાની સૂચના આપી હતી. હિંમત તો જુઓ, પછી દુર્ઘટનામાં પ્રવાસીએ જીવ ગુમાવવો પડયો. ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ પર્યટન વિકાસ પાછળ કરોડો-અબજો રૂપિયા ખર્ચે છે, તેનો સદુપયોગ થાય જરૂરી છે. અપાર રમણીયતા ધરાવતો માંડવી કાંઠો દીવ અને ગોવાનો વિકલ્પ બનવાની શક્તિ ધરાવે છે. મેરીટાઇમ બોર્ડે આઠ વર્ષ પહેલાં માંડવી માટે રૂા. સાડા સાત કરોડની રકમ ફાળવી હતી, પણ થયું કંઇ નહીં. આવી સ્થિતિ માટે જનતા અને જનપ્રતિનિધિઓની ઉદાસીનતા જવાબદાર છે. હકીકતમાં માંડવીના સુરેખ વિકાસનો મુસદ્દો તૈયાર કરીને આગળ વધવાની જરૂર છે. બીચની ચોખ્ખાઇ, બેસવાની વ્યવસ્થા, શુદ્ધ અને વાજબી ખાદ્ય સામગ્રીની ઉપલબ્ધતા, આવવા-જવા માટે પહોળા રસ્તા અને વિશેષ કરીને વોટર સ્પોર્ટ્સ અને રાઇડ્સ સંચાલકો પાસે નિયમનું કડકાઇથી પાલન થવું જોઇએ. પેરાગ્લાઇડિંગ દુર્ઘટનાનો સબક લઇને તંત્ર યોગ્ય પગલાં લે સમયની માંગ છે. સબક પર્યટકોએ પણ લેવો રહ્યો. માંડવી હોય કે ગુજરાત કે દેશનું ગમે તે સ્થળ, પોતાની સુરક્ષિતતાનો પૂરતો વિચાર કરી, તપાસ કરીને રાઇડ્સનો ઉપયોગ કરવો જોઇએ. સ્થાનિકે રહેવા, ફરવા, ખાવા-પીવાની પરિસ્થિતિ અગાઉથી જાણ્યા વિના નીકળી પડવામાં વધુ હેરાન થવું પડે છે. ચારધામ યાત્રા દરમ્યાન જે ભીડભાડ થઇ ઘણેઅંશે પ્રવાસીઓના ધસારાને આભારી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang