• સોમવાર, 20 મે, 2024

હેડ-અભિષેકની રન સુનામી : હૈદરાબાદની વિક્રમી જીત

હૈદરાબાદ તા.8 : લખનઉ સામેની મેચમાં 166 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા  ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ રનનો ધોધ વહાવીને હૈદરાબાદને ફકત 9.4 ઓવરમાં વિના વિકેટે ધસમસતી જીત અપાવી હતી. ટ્રેવિસ હેડ ફકત 30 દડામાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાથી 89 રને અણનમ રહ્યો હતો. જયારે અભિષેક શર્માએ પણ પાવર હિટિંગ કરીને 28 દડામાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાથી 7 રનની ધૂંઆધાર અણનમ ઇનિંગ રમી હતી.  બન્નેએ લખનઉના તમામ બોલરો સામે પ્રારંભથી હલ્લાબોલ કર્યું હતું અને પાવર પ્લેની 6 ઓવરમાં 107 રન ફટકારી હૈદરાબાદની જીત નિશ્ચિત કરી દીધી હતી. બન્ને વચ્ચે ફકત 8 દડામાં 167 રનની અણનમ ભાગીદારી થઇ હતી. જીતથી સનરાઇઝર્સ પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને આવી ગયું છે. તેનો નેટ રન રેટ પણ સુધરી ગયો છે. સનરાઇઝર્સે ફકત 8 દડામાં 167 રન કરી રનની આંધી સર્જી હતી. અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ નબળી શરૂઆત બાદ લખનઉ સુપર જાયન્ટસ ટીમ 20 ઓવરના અંતે 4 વિકેટે 16 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી. ટોચના ક્રમના બેટધરોના ફલોપ શો વચ્ચે અનુભવી નિકોલસ પૂરન અને યુવા આયુષ બદોનીએ લખનઉની બાજી સંભાળી લીધી હતી. બન્ને વચ્ચે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં ફકત બાવન દડામાં 99 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. આયુષ બદોનીએ અણનમ અર્ધસદી ફટકારી હતી. તે માત્ર 30 દડામાં 9 શાનદાર ચોગ્ગાથી પપ રને નોટઆઉટ રહ્યો હતો. જયારે નિકોલસ પૂરને 26 દડામાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાથી અણનમ 48 રન કર્યાં હતા. ઓપનર કિવંટન ડિ'કોક 2 અને ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ 3 રને આઉટ થયા હતા. કપ્તાન રાહુલે 33 દડામાં 1 ચોગ્ગા-1 છગ્ગાથી 29 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. કુણાલ પંડયા 24 રને કમિન્સના સીધા થ્રોથી રનઆઉટ થયો હતો. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે ઘાતક બોલિંગ કરીને 4 ઓવરમાં ફકત 12 રન આપી 2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang