• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

મહિલાઓએ કર્યું ગોબરયુક્ત પંચગવ્ય સ્નાન

ગંગાપર (તા. માંડવી), તા. 11  : મહિલાઓને પોતાનું સૌંદર્ય જાળવી રાખવાની વિશેષ ચિંતા હોય છે અને તેના માટે અનેક  જાતના અતિ નુકસાનકારક એવા કેમિકલયુક્ત કૃત્રિમ સૌંદર્ય પ્રસાધનોનો વપરાશ પણ કરતા હોય છે, પરંતુ ગંગાપરના મહિલાઓએ ન માત્ર શારીરિક સૌંદર્ય, પરંતુ માનસિક અને આત્મિક શાંતિ માટે જે પ્રયોગ કર્યો છે તે અસંખ્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે. ગૌસેવા ગતિવિધિના પશ્ચિમ કચ્છ સંયોજક નવીન ભુડિયાની પ્રેરણાથી ગંગાપર સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને ગંગાપર પાટીદાર મહિલા મંડળ દ્વારા ગામની ગૌશાળા ખાતે ભારતમાં સૌ પ્રથમવર મહિલાઓ માટે ગોબરયુક્ત પંચગવ્ય સ્નાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પુરુષો માટે કચ્છમાં છેલ્લા બે વર્ષથી વિવિધ જગ્યાએ થતા પ્રયોગોના અનુભવે જણાયું છે કે, શુદ્ધ ખોરાક આરોગતી દેશી ગાયનું તાજું ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં અને ઘીના મિશ્રણથી બનતા પંચગવ્ય સ્નાન કરવાથી ચામડીના વિવિધ રોગોમાં રાહત મળે છે. આ સાંભળીને અસંખ્ય મહિલાઓ પણ પૂછતાં કે બહેનો માટે આવું આયોજન ન થ શકે ? પરંતુ મહિલાઓ માટે આવશ્યક અને મર્યાદાઓને જોતાં આવું આયોજન નહોતું થઇ શકતું અને છેવટે સ્વયં મહિલાઓએ ચારેય બાજુથી બંધ અને સુરક્ષિત એવી ગંગાપરની ગૌશાળામાં આ વ્યવસ્થા ઊભી કરીને આયોજન કર્યું હતું. `ૐ સુરભ્યૈ નમ:'ના દિવ્ય મંત્રોચ્ચારથી પ્રારંભ થયેલા આ અનોખા આયોજનમાં 3 વર્ષની બાળકીઓથી લઇને 67 વર્ષના વડીલ મહિલાઓ સહિતની સહભાગીતા સાથે કુલ 45 બહેનોએ ભાગ લીધો હતો અને હવે વારંવાર આવું આયોજન કરવાની ઇચ્છા દર્શાવી હતી. વિધિના પ્રચાર સંયોજક રામજી વેલાણી સાથે વાત કરતાં રાષ્ટ્ર સેવિકા સમિતિના કાર્યકતા જયશ્રીબેન હિરાણી અને ઇરાબેન જાટિયાએ જણાવ્યું કે, દેશી ગાયનું ગોબર દુર્ગંધ કરે છે તે વાતનો તો જાણે છેદ જ ઉડી ગયો હોય એવો અદ્ભુત અનુભવ થયો હતો. આયોજનમાં મહિલાઓ અને યુવાનોનો સહકાર મળ્યો હોવાનું કાર્યકર્તા હિરેન વાસાણીએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd