• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

ઈન્ડિયા નેતાઓને મળવા સીજેઆઈનો ઈન્કાર

નવી દિલ્હી, તા. 11 : દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા સુપ્રીમકોર્ટ તરફ સોમવારે કૂચ કરાશે તેવું કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે રવિવારે જણાવ્યું હતું. દરમ્યાન, મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતે `ઈન્યા' જોડાણના નેતાઓ સાથે મુલાકાતનો ઈન્કાર કર્યો છે. વિપક્ષના સાંસદો જંતર-મંતરની મુલાકાત પણ લઈ શકે છે. આ પહેલાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, સીજેઆઈ સૂર્ય કાંત મુલાકાત માટે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સમય માગ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ દિવસમાં વિપક્ષનું આ ચોથું પ્રદર્શન છે. સમાચાર એજન્સી અનુસાર સીજેઆઈ સૂર્યકાંતે ઈન્ડિયા જોડાણના નેતાઓની એ માગણી નકારી હતી જેમાં તેમણે પોતાની રજૂઆત માટે મળવાનો અનુરોધ કર્યો હતો. સીજેઆઈએ તેમને ઈ-મેઈલથી મોકલેલા જવાબમાં પોતાના નિર્ણયનાં કારણ પણ આપ્યાં હતાં. એક મીડિયા હેવાલ મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષ દ્વારા દિલ્હીમાં સોમવારે માર્ચ કરાશે. ખડગેએ જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહીની વર્તમાન સ્થિતિ વિશે મુખ્ય ન્યાયાધીશ  (સીજેઆઈ)ને માહિત.ગાર કરવા માટે રાહુલ ગાંધીએ સોમવારે સાંજે 4થી 5 વાગ્યાનો સમય માગ્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પર ચૂંટણીપંચની સ્વાયત્તતાને નબળી પાડવાનો અને `મતની ચોરી' ચાલુ રાખવાનો આરોપ મુક્યો હતો. આ અગાઉ, વિપક્ષના સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને એસઆઈઆર સામે 6, 7, 8 અને 9 ઓક્ટોબરે વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ સમયગાળા દરમિયાન, રાહુલ અને પ્રિયંકા ગાંધીની પણ ત્રણ વખત પોલીસે અટકા કરી હતી. ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને એસઆઈઆરના અમલીકરણના વિરોધમાં વિપક્ષે ગુરુવારે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સતત ત્રીજો દિવસ હતો જ્યારે આવા પ્રદર્શનો યોજાયા હતા. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ બુધવારે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન કર્યું. આ વખતે તેઓ જંતર-મંતરથી લગભગ 200 મીટર પહેલાં રસ્તા પર બેસી ગયા હતા. જ્યારે સુરક્ષા દળોએ તેમને આગળ વધતા અટકાવ્યા, ત્યારે પ્રિયંકા બંધારણની નકલ હાથમાં લઈને રસ્તા પર સૂઈ ગયા હતા. દિલ્હી પોલીસે આકાશવાણીની કચેરીમાં કથિત રીતે બળજબરીથી પ્રવેશ કરવા બદલ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને વિપક્ષના અનેક સાંસદો સામે એફઆઈઆર નોંધી હતી. આ ફરિયાદ આકાશવાણીની કચેરી દ્વારા દાખલ કરવામાં આવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd