• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

અભિષેક-અર્શદીપ ઈન્દોરમાં જીતના કર્ણધાર

ઈન્દોર, તા. 11 : ભારતીય ટીમે ત્રીજી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 14 રને પરાજય આપ્યો છે. પ્રથમ બાટિંગ કરતાં ભારતે અભિષેક શર્માના ધુંઆધાર 69ની મદદથી નોંધાવેલા 223 રનના જવાબમાં કેરેબિયન ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 209 રન જ બનાવી શકી હતી. આ સાથે ભારત સિરિઝમાં 2:1થી આગળ થયું છે. વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન શાઈ હોપ (5) અર્શદીપ સિંહની બાલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ કામિલ પૂરને 27 બોલમાં 42 રન અને શિમરોન હેટમાયરે 28 બોલમાં 43 રન બનાવ્યા હતા. જો કે, નમન ધીરે આ બંને આક્રમક બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરીને મેચનું પલડું ભારત તરફ નમાવ્યું હતું. આખરી ઓવરોમાં શમાર પ્રિંગરે 11 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 35 રનની તોફાની ઇનિંગ્સ રમી જીતની આશા જગાવી હતી, પરંતુ તે ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી શક્યો નહીં. ભારત તરફથી અર્શદીપ સિંહે 44 રનમાં 3 વિકેટ ઝડપી હતી, જ્યારે નમન ધીરને 39 રનમાં 2 તેમજ અક્ષર પટેલ અને નીતિશ કુમાર રેડ્ડીને 1-1 સફળતા મળી હતી. પહેલા બાટિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયાએ ઓપનર અભિષેક શર્માની વિસ્ફોટક અડધી સદીના દમ પર 20 ઓવરમાં 223 રન બનાવ્યા હતા. ઇનિંગ્સની શરૂઆતમાં જ સંજુ સેમસન 3 રને શમાર જોસેફનો શિકાર બન્યો હતો. ત્યારબાદ અભિષેક શર્માએ 30 બોલમાં 230ના સ્ટ્રાઇક રેટ સાથે 69 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. ત્રીજા ક્રમે આવેલા ઇશાન કિશને 18 બોલમાં 37 રન ફટકાર્યા હતા. તિલક વર્માએ 16 બોલમાં 28 રન જોડયા હતા, તે રન આઉટ થયો હતો. અંતે ટીમ 223 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd