ભુજ, તા. 31 : કચ્છ
જિલ્લાના તમામ બાર એસોસીએશનોમાં પ્રેક્ટિસ કરતા વકીલોના વિવિધ પ્રશ્નો, હક્કો અને હિતોની એકસૂત્રતાથી ઝડપી, સચોટ અને અસરકારક
રજૂઆત થાય તેમજ ભવિષ્યમાં કચ્છ જિલ્લાના વકીલ સમુદાયના પ્રશ્નો માટે એક મજબૂત અને સક્રિય
મંચ ઉપલબ્ધ બને તેવા હેતુથી લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલા કચ્છ બાર એસોસીએશનને
પુન: કાર્યરત અને પુન:ગઠિત કરવામાં આવ્યું છે. કચ્છના સમગ્ર વકીલ સમુદાયના હિતોનાં
રક્ષણ માટે ભુજ બાર એસોસીએશનના યુવા પ્રમુખ સચિનભાઈ ગોર દ્વારા આ બાબતે આગેવાની લઈ
બીડું ઝડપવામાં આવ્યું અને તે અનુસંધાને સૌ પ્રથમ આ અંગેની પ્રક્રિયાની શરૂઆત અંજાર
બાર એસોસીએશનના પ્રમુખ યશભાઈ પોટાના અધ્યક્ષસ્થાને અંજાર ખાતે યોજાયેલી પ્રથમ બેઠકથી
કરવામાં આવી હતી, આ બેઠકમાં કચ્છના નવ તાલુકાના પ્રમુખો દ્વારા
બીડું ઝડપવામાં આવ્યું હતું. ત્યારબાદ ભુજ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી ગોરના અધ્યક્ષસ્થાને
આ પ્રમુખ-ઉપપ્રમુખ-મંત્રીઓની ભુજ ખાતે બેઠક યોજવામાં આવી હતી. કચ્છ બાર એસોસીએશનને
પુન: સક્રિય કરી તેના સંગઠનને મજબૂત બનાવવાનું નક્કી કરાયા બાદ અંજાર ખાતે ગાંધીધામ
બાર એસોસીએશનના પ્રમુખ મયૂરધ્વજભાઈ ખાંડેકાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં
કચ્છ જિલ્લાના તમામ બાર એસોસીએશનોના પ્રતિનિધિઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકનું સંચાલન ભુજ બાર એશોસિયેશનનાં મંત્રી મલ્હારભાઈ બુચ અને અંજાર બારના પ્રમુખ
શ્રી પોટાએ કર્યું હતું. કચ્છ બાર એસો.ને પુન: ચાલુ કરી આગામી નવા વર્ષ એપ્રિલ
2027થી નવી કારોબારી સુધીની તમામ પ્રક્રિયા અને કામગીરી અર્થે કાર્યકારી સમિતિની નિમણૂક
કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે સચિનભાઈ ગોર (ભુજ),
ઉપપ્રમુખો જનકભાઈ સોલંકી (મુંદરા), લાલજીભાઈ કટુઆ
(નલિયા), રમેશભાઈ ચાવડા (રાપર), દીપકભાઈ
ભાનુશાળી (ગાંધીધામ)ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. તે ઉપરાંત મહામંત્રી તરીકે
યશભાઈ પોટા (અંજાર) તથા મયૂરધ્વજભાઈ ખાંડેકા (ગાંધીધામ) તેમજ સહમંત્રી અશ્વિનભાઈ ઢીલા
(ભચાઉ), પ્રિયેનભાઈ નાકર (માંડવી) તથા મેઘુભા સોઢા (નખત્રાણા)ની
સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. ખજાનચી હરિઓમભાઈ અબોટી (માંડવી) તથા નસીમબેન ખત્રી
(ભુજ), લેડી રીપ્રેઝેન્ટેટિવ તરીકે કુ. પૂજાબેન બારમેડા (અંજાર)
નિમણૂક પામ્યા હતા. આ ઉપરાંત અન્ય ઉપસ્થિત
બારના પ્રતિનિધિઓને કારોબારી સભ્યો તરીકે પરાગભાઈ વરૂ (અંજાર), હિમાંશુભાઈ પુરોહિત (અંજાર), મહમદભાઈ ખત્રી (નલિયા),
વિશાલભાઈ કાનન (ગાંધીધામ),
હરપાલાસિંહ ઝાલા (ગાંધીધામ), મહેશભાઈ હર્ષ (નખત્રાણા),
અમિતપુરી ગોસ્વામી (નખત્રાણા), બીજલભાઈ દાફડા
(ભચાઉ), કાનજીભાઈ ધુવા (ભુજ), મલ્હાર બુચ
(ભુજ), મહમદબિલાલ ખત્રી (મુંદરા), વિમલભાઈ
મહેતા (મુંદરા), પ્રવીણભાઈ ગોરડિયા (મુંદરા), તુલસીભાઈ મકવાણા (રાપર), બસીરભાઈ સમેજા (રાપર)ની સર્વાનુમતે
વરણી કરાઈ હતી. કચ્છ બારને પુન: જીવિત કરવાની અને કાર્યરત કરવાની પહેલને સિનિયર-જૂનિયર
વકીલો દ્વારા બિરદાવાઈ હતી.