• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

ગાંધીધામ એ.આર.એમ તરીકે વડોદરાના ડીઓએમ મુકાયા

ગાંધીધામ, તા. 5 :  પ.રેલવે દ્વારા ત્રણ અધિકારીઓની કરાયેલી બદલીના આદેશમાં ગાંધીધામ એ.આર.એમની ખાલી જગ્યા રખાઈ હતી. તે સ્થાને વડોદરા ડીવીઝનમાના અધિકારીને મુકવામાં આવ્યા છે. ગાંધીધામ એ.આર.એમ આશિષ ધાનીયાને સીનીયર ડીઓએમ તરીકે રાજકોટ ખાતે બદલવામાં આવ્યા હતાં. તેમના સ્થાને કોઈ નિમણુંક કરાઈ ન હતી. આજે આ અંગેનો આદેશ જારી કરી વડોદરાના ડીવીઝનલ ઓપરેશન મેનેજર સંદીપકુમાર સિંગ કડીયાનને પ્રમોશન સાથે ગાંધીધામ એ.આર.એમ તરીકે મુકવામાં આવ્યા છે. સંભવત આવતીકાલે તેઓ ચાર્જ સંભાળી લેશે તેવા અહેવાલો સાંપડી રહ્યા છે.

Panchang

dd