• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

ગુડથરમાં સાદી રેતીના ગેરકાયદે ખનન પર ખાણ-ખનિજ ત્રાટક્યું

નલિયા, તા 5 : અબડાસા તાલુકાના ગુડથર વિસ્તારમાં સાદી રેતીના ગેરકાયદે ખનન સામે ખાણ-ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારીયાની ટીમે બાતમીના આધારે દરોડો પાડી, સ્થળ પરથી રૂા. 45 લાખની કિંમતનું એક એક્સકાવેટર મશીન જપ્ત કર્યું હતું. આ મશીન કાયદેસરની કાર્યવાહી માટે નલિયા પોલીસ મથકે સોંપવામાં આવ્યું છે. તંત્રની આ આકસ્મિક કાર્યવાહીથી ખનિજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિભાગ દ્વારા જણાવાયું છે કે, જિલ્લામાં ગેરકાયદે ખનન અને પરિવહન સામે આગામી દિવસોમાં પણ કડક ઝુંબેશ ચાલુ રહેશે.

Panchang

dd