ગાંધીધામ, તા. 5 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો
સહિત મહાનગરપાલિકાના 188 ચોરસ કિલોમીટરમાં
પથરાયેલા 750 કિલોમીટરના રોડ નેટવર્કમાં
લગભગ માર્ગોની હાલત ખરાબ છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં ચંદ્રની સપાટી જેવા માર્ગો
ના કારણે લોકોની કમર તૂટી રહી છે.વાહનોમાં નુકસાન પહોંચી રહ્યું છે. લોકોમાં આક્રોશ
છે જેના પગલે હવે ખાડાઓમાં મલબો નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીધામના અલગ અલગ
વિસ્તારોમાં તૂટી ગયેલા માર્ગો ઉપર ડબલ્યુ એમ એમ મલબો નાખવાનું શરૂ કર્યું છે. ભારત
નગરમાં પોલીસ ચોકી પાસે મલબો નખાઈ રહ્યો હતો ત્યારે મ્યુનિસિપલ કમિશનર બીડી દવેરા એ
સીટી ઇજનેર મયંક શાહ તથા ઈજનેર ચિંતન પ્રજાપતિ અને મહિલા ઇજનેર સાથે સ્થળને મુલાકાત
લઈને નિરીક્ષણ કર્યું હતું. અને ઇજનેરોને જરૂરી સૂચનાઓ અપાઇ હતી. કમિશનરે લગભગ બે મિનિટની
મુલાકાતમાં નિરીક્ષણ કરીને સૂચનાઓ આપી હતી. હવે જે મલબો નાખવામાં આવી રહ્યો છે તે ખાડાઓમાં
ચીપકીને રહે તે જરૂરી છે. ટેન્ડર પ્રક્રિયા કરીને માલબો નાખવાનું કામ એજન્સીને અપાયું
છે. એક ટન મલબા પેટે 800 રૂપિયાનું
ચુકવણું રહ્યું છે. ક્યુબિક મીટરના હિસાબથી મલબો નાખવાની કામગીરી કોન્ટ્રાક્ટર પાસે
કરાવવામાં આવી રહી છે. હવે દરેક ગાડીનું વજન તેમજ મલબાની ગુણવત્તા સહિતની ચકાસણી જરૂરી
છે. નહિતર ભ્રષ્ટાચાર થવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે સ્ટેન્ડિગ કમિટીના
ચેરમેન તેજસ શેઠે મલબો નાખવાની કામગીરી ઉપર નજર રાખવામાં આવશે અને હાલ તૂટેલા માર્ગો
ઉપર મલબો નંખાઈ રહ્યો છે તેવું જણાવ્યું હતું. આગામી સમય માં ખાડાઓ બુરવા માટે સામાન્ય
મલબો નાખવામાં આવશે તેવું ઉમેર્યું હતું.