ભુજ, તા. 5 : શહેરના વોર્ડ નં.-5 માં છઠ્ઠીબારી રિંગરોડ પર આવેલા દેવેટિયા
ફળિયા, ભાણજી સટ્રીટ, પીપળા શેરી
પાસે પ્લોટ નં. 388 પર અગાઉ આગળના
ભાગે રિંગરોડ પર બાંધકામ કરાયું હતું, ત્યારબાદ હવે પાછળના ભાગે પાર્કિંગ પ્લોટ તરીકે રખાયેલી જગ્યા પર ગેરકાયદે
બાંધકામ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા
કલેકટર સહિતનાને રહેવાસીઓ પરેશભાઈ ઠક્કર, કલ્પેશભાઈ ડાભી સહિત
25થી 30 લોકોની સહી સાથે અપાયેલા આવેદન પત્રમાં આ વિસ્તારમાં થઈ રહેલા
ગેરકાયદે બાંધકામને રોકવા માંગ કરાઈ છે. વળી બિનઅધિકૃત થઈ રહેલા બાંધકામથી રસ્તાની
જમીન પર દબાણ થઈ રહ્યું છે, જેથી ભવિષ્યમાં
મોટી જાલનહાનિ થવાની શક્યતા રહેલી છે, તો દબાણના કારણે ફાયરબ્રિગેડ
કે એમ્બ્યુલન્સ પણ આવી શકશે નહીં તેવો આક્ષેપ રહેવાસીઓએ કર્યો છે.