ભુજ, તા. 5 : મુંદરા તાલુકાના ધ્રબમાં દુકાનમાંથી
માદક પદાર્થ ગાંજો 817 ગ્રામ કિં.રૂા.
40,850 સાથે મૂળ પશ્ચિમ બંગાળના સુબત્રા
અમલ બિશ્વાસને પોલીસે ઝડપી પાડયો હતો. મુંદરા પોલીસે મૂળ પશ્ચિમ બંગાળના હાલે ધ્રબમાં
દેશર કોલોની, વિલ્માર કોલોની સામે દેશરભાઈ
મહેશ્વરીની દુકાનમાં રહેતા કબજો ધરાવતા સુબત્રા અમલ બિશ્વાસને માદક પદાર્થ ગાંજો 817 ગ્રામ કિં. રૂા. 40,850નો જથ્થા સાથે તેમજ રોકડ રૂા.
7870 તથા એક મોબાઈલ કિં. રૂા. 5000 એમ કુલ રૂા. 53,720ના મુદ્દામાલ સાથે ઝડપીને એનડીપીએસ
એક્ટ તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.