અમદાવાદ, તા. 5 (અમારા પ્રતિનિધિ તરફથી) : વર્ષ
2030માં હવે ગુજરાતને આંગણે કોમનવેલ્થ
ગેમ્સ- (રમતોત્સવ) યોજાશે. હાલમાં જ ગ્લાસગો ગેમ્સનું સમાપન થતાં કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ આગામી 2030માં સીડબલ્યુજીના યજમાન રાજ્ય
તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગ્લાસગોમાં સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ હવે
તેઓ તેમની સાથેના પ્રતિનિધિ મંડળ સાથે ગ્લાસગોથી ગાંધીનગર આવી પહોંચ્યાં હતા. દરમ્યાન
બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી મંત્રી મંડળ- કેબિનેટની
બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ આ કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ મુખ્યમંત્રીને
સન્માન સાથે વિધિવત અર્પણ કર્યો હતો. આ અવસરે ગ્લાસગો ખાતે આયોજિત કોમનબેલ્થ
ગેમ્સ 2026માં પ્રતિનિધિત્વ કરનારા પેરા
ખેલાડી રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ ઉપસ્થિત રહ્યા હતા. પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલ
પટેલ પણ જોડાયા હતા. હવે, ગેમ્સ ફ્લેગ
આગામી 2030ના ગેમ્સ સુધી ગુજરાતમાં રહેશે.
આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને
નવ બ્રોન્ઝ સાથે કુલ 39 મેડલ્સ મેળવીને
ચોથું સ્થાન મેળવ્યું છે.