• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

એઆઈના વધતા વપરાશ વચ્ચે વિદ્યાર્થીઓને સાચી માહિતી આપવી એ શિક્ષકોની મુખ્ય જવાબદારી

ગાંધીધામ, તા. 4 : અહીંની અમરચંદ સિંઘવી ઈન્ટરનેશનલ શાળામાં કૌશલ્ય, સર્જનાત્મકતા અને જિજ્ઞાસા સાથે બાળકોને સશક્ત બનાવી ભવિષ્યમાં તૈયાર વિષય ઉપર  એજ્યુકેશન કોન્કલેવ યોજાયો હતો, જેમાં સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બાળકોને તૈયાર કરવા પડશે. નવી પેઢીના સર્વાંગી વિકાસ માટે માત્ર પુસ્તકીય જ્ઞાન પુરતું સીમિત નથી તેવા સૂરો તજજ્ઞોએ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં 18 શાળાના 56   જેટલા શિક્ષકે માર્ગદર્શન અપાયુ હતું. પ્રારંભમાં શાળાના આચાર્ય મૃદુલ વર્માએ સ્વાગત ઉદ્બોધનમાં કહ્યંy હતું કે, સમયના બદલાતા પ્રવાહ મુજબ બાળકોને શૈક્ષિણક માર્ગદર્શન આપવુ પડશે. નવી પેઢીના સર્વાંગી વિકાસ માટે કૌશલ્ય શિક્ષણ સહિતના આયામો ઉમેરવા તેમણે ભાર મુક્યો હતો. ગ્લોબલ થોટ લીડર અને ડિજિટલ સ્પેસના તજજ્ઞ ડો. રિષિમોહન ભટ્ટનાગરે કહ્યંy હતું કે, ભારતીય પરંપરાગત શિક્ષણ પ્રણાલીમાં સર્જનાત્મકતા સહિતની બાબતો સમાવિષ્ટ હતી. આ શિક્ષણ પ્રણાલીમાં પણ બાળકોને રૂચી મુજબના શિક્ષણને પ્રાધાન્ય અપાયુ હતું. ટેક્નોલોજીના વિકાસ સાથે કદમ તાલ મળાવીને શિક્ષકોએ પણ સતત અપગ્રેડ થઈ છાત્રોને  માર્ગદર્શન આપવું પડશે. એઆઈના વપરાશ વચ્ચે વિદ્યાર્થીઓને સાચી માહિતી આપવા શિક્ષકની મુખ્ય ભૂમિકા હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત વક્તા દેશબંધુ દધીચીએ વિશ્વમાં કૌશલ્યની અનિવાર્યતા તથા અન્ય વક્તા સૌમ્ય દેબ હઝારાએ  જિજ્ઞાસા સફળતાનો માર્ગ દર્શાવે છે વિષય ઉપર ઉદ્બોધન આપ્યું હતું. અતિથિ પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે જણાવ્યું હતું કે, શિક્ષણ સાથે શિસ્ત,નેતૃત્વ અને સમયાનુકુળ કૌશલ્ય એટલા જ આવશ્યક છે. શાળાઓ જ સમાજના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખે છે. કાર્યક્રમમાં શાળાના ચેરમેન ઝવેરીલાલ નાહટા, ટ્રસ્ટી મંડળના મુકેશભાઈ પારેખ, સુરેશભાઈ નાહટાએ સ્મૃતિચિહ્ન સાથે વક્તા અને મહેમાનોનું અભિવાદન કર્યું હતું. પ્રશ્નોતરી સત્રમાં શાળાના આચાર્ય મુદુલ વર્મા તથા કવિતાબેન ટંડન, અનિલ જૈન, હેમંત શર્મા, કે.વેન્કટેશ્વરની હાજરીમાં શિક્ષણને લગતી સમસ્યાઓ અને તેના ઉકેલની દિશામાં મનોમંથન થયું હતું.

Panchang

dd