• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

ગાંધીધામ લાયન્સ ક્લબના ન્યૂ હોરાઈઝનનો શપથવિધિ સમારંભ યોજાયો

ગાંધીધામ, તા. 4 : અહીંના લાયન્સ ક્લબ ન્યૂ હોરાઈઝનનો શપથવિધિ સમારંભ યોજાયો હતો. પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. દિયા ગોદાવરિયાએ  નૃત્યની કૃતિ પ્રસ્તુતિ કરી હતી. ધ્વજવંદન તથા રાષ્ટ્રીયગીતના ગાન બાદ ડિસ્ટ્રીક્ટ ગવર્નર હાર્દિકભાઈ મહેતાએ  ક્લબના પ્રમુખ સહિતના પદાધિકારીઓને સેવાકીય કામગીરી જણાવીને શપથ લેવડાવ્યા હતા. ક્લબના પ્રમુખ રીટા શાહે દરેક સભ્યને સેવાના કાર્યમાં સાથ આપવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ  ચાર પ્રકલ્પ હાથ ધરાયા હતા. ડિસ્ટ્રીક્ટ ગર્વનર હાર્દિકભાઈએ  બ્રધરહૂડ બિયોન્ડ બ્રાઉન્ડરીને મહત્ત્વ આપવા ભાર મુક્યો હતો. ઈન્ડક્શન ઓફિસર કમલબેન જોષીએ ક્લબના નવા સભ્યોને શપથ લેવડાવીને મીશન ગ્રીનનું મહત્ત્વ સમજાવ્યું હતું. પૂર્વ પ્રમુખ નેહા ઠાકરે કરેલા પ્રકલ્પોની વિગતો આપી હતી. કાર્યક્રમમાં અતિથિ પદે ડો. કૌશિક શાહ અને કિંજલ શાહ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેબિનેટ મંત્રી સંજયભાઈ, ખજાનચી ભરતભાઈ, ચેરમેન વિમલભાઈ, હિરાલાલ ચાવલા, ડો. ભરત મેહતા, મીના મહેતા, અભય શાહ, ધીરેન મહેતા, હર્ષા મહેતા, યમન દુનેજા, દીપેશ ગણાત્રા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સંચાલન ગુરપ્રીતકોર કોચર અને સ્વાતિબેન મહેતાએ અને આભારવિધિ મંત્રી જ્યોતિ ઉત્નાનીએ કરી હતી.

Panchang

dd