• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

સ્વામિ. કન્યા શાળાની છાત્રાઓએ કુસ્તીમાં જિલ્લા કક્ષાએ 23 ગોલ્ડ સહિત 26 મેડલ જીત્યા

ભુજ, તા. 4 : જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા હેઠળ અંડર 14 - 17 - 19 એમ ત્રણેય વિભાગની અલગ - અલગ વજનની ગ્રુપ સ્પર્ધામાં ભાગ લઈ સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓએ 23 પ્રથમ નંબર (ગોલ્ડ મેડલ) અને ત્રણ દ્વિતીય નંબર (સિલ્વર મેડલ) આમ કુલ 26 મેડલ પ્રાપ્ત કર્યા હતા. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સમસ્ત સંતમંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનો, મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા-સંચાલક મંડળ, આચાર્યા દક્ષાબેન પિંડોરિયા, કોચ રશ્મિતાબેને ખેલાડીઓને બિરદાવી હતી.

Panchang

dd