ગાંધીધામ,
તા. 22 : સામખિયાળીના જોગણી
માતાના મંદિર સંકુલમાં મધ્યપ્રદેશના સંતએ દસ દિવસની આકરી તપસ્યા કરી હતી. આજુબાજુના
ભાવિકોએ અને પરિવારજનોએ દર્શનનો લાભ લીધો છે. મંદિર પરિસરમાં પંકજમુનિનાં તપમાં મંદિરના
ભૂવા જીતુભા વાઘેલાનાં સાંનિધ્યમાં મંડળના 36 જેટલા
સેવકોના સહકાર અને પ્રસાદી સહિતની વ્યવસ્થાઓ મળી રહી હતી. દસ દિવસનાં આકરાં તપમાં 131 જેટલા છાણાના
ટ્રેક્ટરોની જરૂરિયાત પડી હતી. તે માટે મહિલાઓએ ત્રણ મહિના પહેલાં જ છાણા થાપીને
સંગ્રહ કર્યા હતા. ઉપરાંત તપની પૂર્ણાહુતિ બાદ 19 કિલો દૂધ, 19 કિલો શેરડીનો રસ, ચંદન, ઘી, સાકર
સહિતની સામગ્રીનો પંકજમુનિને અભિષેકની જેમ સમગ્ર શરીરે છંટકાવ કરાયો હતો અને બ્રાહ્મણો
દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિએ વિધિવિધાન કરાયા હતા. તેમજ 100 દીવાની મહાઆરતી યોજાઇ હતી. અલગ અલગ જગ્યાઓ પરથી આવતા
દર્શનાર્થીઓએ બાપુનું સન્માન કર્યું હતું. મંદિરના સેવકોની સેવા બિરદાવી હતી. ભૂવા
જીતુભા વાઘેલા ગરીબ દીકરીઓનાં લગ્ન આ જગ્યામાં કરાવીને ઉપયોગી બને છે. ઉપરાંત કોઈ ગરીબ
દીકરાનાં લગ્નમાં દસ લાખ સુધીની વગર વ્યાજે લોન આપીને ઉપયોગી બને છે.