કોડાય (તા. માંડવી), તા. 22 : ગ્રામ્ય વિસ્તારના
100 વિદ્યાર્થીને અભ્યાસમાં જરૂરી એવી નોટબુકનું રાહતદરે
વિતરણ મોટી રાયણ ખાતે તરુણ મિત્ર મંડળ-મુંબઈ અને માનવતા ફાઉન્ડેશન, ગોગ્રાસવાડી-ડોમ્બિવલી દ્વારા કરવામાં
આવ્યું હતું. મોંઘવારીના લીધે શિક્ષણ ખર્ચ પણ વધી જતો હોય છે, ત્યારે બ્રાન્ડેડ નોટબુકનું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું હતું,
જેમાં મંજુલાબેન સીજુ (તા.પં. સદસ્ય), નવીન ગઢવી
(ઉપસરપંચ), નારાણ ગઢવી, વરજાંગ ગઢવી (ચારણ
સમાજ પ્રમુખ), વિજયભાઈ (નાથબાવા સમાજ), જેઠાલાલ સીજુ (મહેશ્વરી સમાજ પ્રમુખ), હરિભાઈ માસ્તર,
લક્ષ્મીચંદ પટેલ (પટેલ સમાજ પ્રમુખ), એસ.વી. પટેલ,
શંકર વેલાણી, જયંતી કરસન પટેલ, ગનીભાઈ જુણેજા, ભાઈલાલ ગાલા, જતિન
ગાલા, પ્રકાશ સાવલા, સીમાબેન વીરા ઉપસ્થિત
રહ્યા હતા. સંસ્થા વતી ખુશાલ ગડાએ દાતા-સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.