દયાપર (તા. લખપત), તા. 10 : નારાયણ સરોવરથી
એક કિ.મી. આગળ આવતાં ઐતિહાસિક લખપત, દયાપરના નિશાન બતાવતું માર્ગદર્શક બોર્ડ લગાવાયું છે, પરંતુ તેને ખોટા સ્થળે લગાવાતાં યાત્રિકોમાં ગેરસમજણ ઊભી થાય છે. દયાપર,
લખપતનો સીધો જતો હાઇવે માર્ગ છે, જ્યારે માર્ગદર્શક
બોર્ડ નારાયણ સરોવરથી નલિયાના માર્ગ તરફ સંકેત કરે છે . જે બાજુ `એરો'
છે તે રસ્તે લખપતના બદલે નલિયા આવશે. બહારગામથી આવતાં યાત્રિકો અહીં
મુંઝાય છે..! ખરેખર આ બોર્ડ થોડું આગળ લગાવાયું હોત તો વાંધો ન આવત, બોર્ડમાં નલિયા કઇ બાજુ અને લખપત કઇ બાજુ એ સ્પષ્ટ `એરો'
બતાવવાની જરૂર છે. ખરેખર બહારથી આવતા યાત્રિકોને ખૂબ જ મૂંઝવણ થાય છે
તેમાંય નવા લોકો તો ગૂગલ મેપ પર આવતા હોય છે. આવા સંજોગોમાં આ પ્રકારના નિશાન હવે સુધારવામાં
આવે તેવી માંગ ઊઠી હતી.