• ગુરુવાર, 11 જૂન, 2026

મેસ્સીની નજર આર્જેન્ટિનાને ચોથો ખિતાબ જીતાડવા પર

ઓબર્ન (અલબામા), તા.10 : સ્ટાર સ્ટ્રાઇકર લિયોનલ મેસ્સી તેના રેકોર્ડ છઠ્ઠા ફૂટબોલ વર્લ્ડ કપ માટે તૈયાર છે. ઇજામાંથી બહાર આવ્યા બાદ ફરી મેસ્સી ઓક્શન મોડમાં આવી ગયો છે. મેસ્સીના પેનલ્ટીથી કરેલા ગોલની મદદથી આર્જેન્ટિનાનો ફીફા વર્લ્ડ કપ અગાઉના અંતિમ વોર્મઅપ મેચમાં આઇસલેન્ડ વિરુદ્ધ 3-0થી જોરદાર વિજય થયો હતો. પગના સ્નાયૂઓ ખેંચાઈ જવાની ઇજામાંથી બહાર આવ્યા બાદ મેસ્સી આ મેચમાં 20 મિનિટ સુધી મેદાનમાં રહ્યો હતો. પોતાના 39મા જન્મદિનની થોડા દિવસ પહેલાં ઉજવણી કરનાર મેસ્સીની નજર હવે સતત બીજીવાર આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા પર છે. મેસ્સીએ આર્જેન્ટિના તરફથી સૌથી વધુ 117 ગોલ કર્યાં છે. આર્જેન્ટિના ટીમ અગાઉ ફીફા વર્લ્ડ કપમાં 1978, 1986 અને 2022માં ચેમ્પિયન બની ચૂકી છે. આ વખતે આર્જેન્ટિના ટીમ વર્લ્ડ કપમાં ગ્રુપ-જેમાં છે. મેસ્સીની ટીમ પોતાના અભિયાનની શરૂઆત 12 જૂને અલ્જીરિયા સામે કરશે. ગ્રુપની અન્ય ટીમ ઓસ્ટ્રિયા અને જોર્ડન છે. 

Panchang

dd