• ગુરુવાર, 11 જૂન, 2026

નાગવીરી ગામમાં અકસ્માત નિવારવા ગતિ અવરોધક બનાવવા વ્યાપક માંગ

રવાપર (તા. નખત્રાણા), તા. 10 : આ ગામથી નેત્રા વચ્ચેના નવનિર્મિત માર્ગ પર પૂરઝડપે દોડતા વાહનોની ગતિ નિયંત્રિત કરવા નાગવીરી ગામના હનુમાન મંદિર પાસે સ્પીડબ્રેકર બનાવવા સ્થાનિકે માંગ ઊઠી છે. નાગવીરીમાં પ્રાથમિક શાળાએ ભણવા જતા ભૂલકાઓની અવર-જવર અને રાહદારીઓમાં અકસ્માતની ભીતિ ટાળવા ગતિ અવરોધક બનાવવા ગ્રામજનોએ સંબંધિત તંત્ર પાસે માંગ કરી છે. રવાપર પેટા આરોગ્ય કેન્દ્ર પાસે નવનિર્મિત આંગણવાડી પાસે પણ આગામી સત્ર શરૂ થતાં બાળકો અને મહિલાઓની અવર-જવર વધશે જેથી અકસ્માતોનું જોખમ ટાળવા ત્યાં પણ સ્પીડબ્રેકર બનાવી શકાય. 

Panchang

dd