ભુજ, તા. 23 : આંતરરાષ્ટ્રીય
વન દિવસે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા ટાઉન હોલ ખાતે યોજાવેલા બીજ મેળામાં જિલ્લામાં
જોવા મળતી અને છેલ્લા ઘણા સમયથી લુપ્ત થતી રગત રોહિડો, મિઠા ગુગળ, વિકળો, હિગોરીયો,
કુંઢેર, લુસ્કા, ગાંગેટી,
ચણોઠી, મરડાસિંગ, સિમળો,
ખાખરો વિ. જેવી 50થી
વધુ વૃક્ષોની જાતોના બીજનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. તજજ્ઞો દ્વારા બીજ એકત્રીકરણ, બીજ સંરક્ષણ, બીજ માવજત અને ઉછેર અંગે સમજ આપવામાં આવી
હતી. વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલ, પૂર્વ વન વિભાગના વડા આયુશ
વર્મા, કચ્છ પશ્ચિમ વન વિભાગના વડા હર્ષ જે. ઠક્કર, સામાજિક વનીકરણ વિભાગના વડા જયન પટેલ, બન્ની ગ્રાસલેન્ડ
વિભાગના વડા નેવિલ ચૌધરી તેમજ ડો, પંકજ જોષી, ડો. જયેશ ભટ્ટ, ડો. એકતા જોષી પ્રોફેસર બોટની વિભાગ,
લાલન કોલેજ, સાગર પિત્રોડા-એગ્રોસેલ કંપની,
દિલીપભાઇ પટેલ, વન વિભાગના તમામ મદદનીશ વન સંરક્ષક,
રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ અન્ય વન વિભાગનો સ્ટાફ તેમજ લાલન કોલેજના વિદ્યાર્થીઓ
ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં જેવા મળતી સ્થાનિય તથા લુપ્ત થતી વનસ્પતિઓના બીજના બિયારણા
થકી વનોનું સંરક્ષણ અને સંવર્ધનના ઉદ્દેશ સાથે બીજ મેળો યોજાયો હતો.