• મંગળવાર, 24 માર્ચ, 2026

રાજસ્થાન રોયલ્સમાં કરનનાં સ્થાને શનાકા સામેલ

જયપુર, તા. 23 : રાજસ્થાન રોયલ્સ ટીમમાં ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનનાં સ્થાને શ્રીલંકાની ટી-20 કેપ્ટન દાસુન શનાકા સામેલ થયો છે. તેને બે કરોડની બેઝ પ્રાઇસનો કરાર મળ્યો છે. સેમ કરન ઇજાને લીધે આઇપીએલની બહાર થઈ ગયો છે. આઇપીએલમાં સામેલ થવા શનાકાએ પાકિસ્તાની લીગને તિલાંજલિ આપી છે. પીએસએલમાં તે લાહોર કલંદર્સ ટીમનો ખેલાડી હતો. હવે તે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સનો ખેલાડી બન્યો છે. શનાકા ટી-20 વર્લ્ડ કપમાં સારા ફોર્મમાં હતો. તેણે ઓમાન સામે 20 દડામાં અર્ધસદી કરી હતી અને પાકિસ્તાન સામેની મેચમાં 31 દડામાં 8 છગ્ગાથી 76 રનની તોફાની અણનમ ઇનિંગ્સ રમી હતી. શનાકા શ્રીલંકા તરફથી 6 ટેસ્ટ, 71 વન ડે અને 131 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યો છે. જેમાં ઓવરઓલ 330 રન છે. આ ઉપરાંત કુલ 86 વિકેટ તેના ખાતામાં છે. શનાકા પાછલી આઇપીએલ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો હિસ્સો હતો.

Panchang

dd