• મંગળવાર, 24 માર્ચ, 2026

હિન્દુ સમાજને વધુ સંગઠિત બનવા આહ્વાન કરાયું

નલિયા, તા. 23 : નલિયા ખાતે `નલિયા મંડળ' દ્વારા `િહન્દુ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. અબડાદાદાની પ્રતિમાને હારારોપણ કર્યા બાદ બાઈક રેલી યોજાઈ હતી. નલિયાના પ્રવેશદ્વારથી બજાર ચોક સુધી શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. આ સંમેલનમાં હિન્દુ સમાજને વધુ સંગઠિત બનવા માટેનું આહ્વાન કરાયું હતું. બજાર ચોક ખાતે આયોજિત વિશાળ મહાસભામાં ભારત માતાની આરતી, સમૂહ હનુમાન ચાલીસા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. પિંગલેશ્વરના મહંત પરસોત્તમગિરિજી, રામવાડાના મહંત જનકદાસ મહારાજ, શંકરદેરુ અબડા દાદા મંદિરના પૂજારી, પરેશ મહારાજ તથા જટાશંકર જોશીએ આશીર્વચન પાઠવ્યા હતા. વક્તા તરીકે ભવાનીપર ગુરુકુળના વિવેક શાત્રી, લખધીરસિંહ જાડેજા અને રવજીભાઈ ખેતાણીએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા, જેમાં તેમણે સંગઠનશક્તિનો વ્યાપ વધારવા પર ભાર મૂક્યો હતો.વેપારી એસો. પ્રમુખ હકુમતસિંહ જાડેજા, ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, પરેશભાઈ ભાનુશાલી, દિનેશભાઈ ચાંદ્રા, રાજેશ મોતા, જયંતીભાઈ સોની, મૂલજીભાઈ સેજપાલ, લક્ષ્મણ ગઢવી, રમેશભાઈ જોશી, નીતિન દરજી, તુલસીગિરિ ગોસ્વામી સહિત વિવિધ સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંચાલન કશ્યપ ગોસ્વામીએ કર્યું હતું.

Panchang

dd