અમદાવાદ, તા. 23 (અમારા
પ્રતિનિધિ તરફથી) : ચાલુ મહિને કુદરતનો મિજાજ વારે વારે બદલાઇ રહ્યો છે. તાજેતરમાં
અનેક જિલ્લાઓમાં માવઠાએ ઘમરોળ્યા હતા. ત્યારે ફરી એક વખત માવઠાનો ભય હોવાનું
હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. હવામાન નિષ્ણાતોના અનુસાર અરબી સમુદ્ર તરફથી આવતા
પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો
આવવા જઈ રહ્યો છે. જોકે બીજી તરફ હવામાન વિભાગે આવી કોઇ સંભાવના વ્યક્ત કરી નથી, ઉલ્ટાનું તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો
વધારો થવાનું જણાવ્યું હતું. એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે
તેની ટ્રફ લાઈન ગુજરાત સુધી લંબાવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરને પગલે આગામી 28 થી 30 માર્ચ
દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) પડી
શકે છે. ચાર દિવસ અગાઉ જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું થયું
હતું, ત્યારે
હવે ફરી ચાર દિવસ બાદ વરસાદી માહોલ સર્જાશે. અન્ય એક નિષ્ણાંતે જણાવ્યું હતુ કે
માર્ચ અંતમાં પશ્ચિમ વિક્ષેપના લીધે કેટલાક ભાગમાં કમોસમી વરસાદની શક્યતા છે અને 4થી 8 એપ્રિલમાં
ભારે પવન સાથે હવામાનમાં પલટો આવશે અને 26 માર્ચથી ગુજરાતના મોટા ભાગમાં પવ
ની ગતિ વધશે અને કમોસમી વરસાદની શકયતા રહેલી છે.20 મેથી બંગાળ ઉપસાગર વધુ સક્રિય
બનશે અને ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે, અરબી સમુદ્રમાં પણ 20 મેં થી
20 જૂન
સુધી ચક્રવાતની શક્યતા છે, ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહેલી છે, પવનની ગતિના કારણે બાગાયતી પાકોને નુકસાન થશે અને આંબાના પાકોને પણ નુકસાન
થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે 10થી 20 એપ્રિલ
વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે અને અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે, 11 મેથી 20 મે
વચ્ચે આંધીનું પ્રમાણ વધારે રહેશે અને 24મે થી 4 જૂન
વચ્ચે કેટલાંક ભાગમાં વરસાદ પડી શકે છે,
30 તારીખ
સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને જનધનમાં રોગ આવવાની સંભાવના છે, ઊભા કૃષિ પાકો માં રોગ
આવવાની શક્યતા છે અને એપ્રિલ, મે માસમાં પાકમાં ઇયળ પણ પડશે.
દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપને કારણે તારીખ 10થી 20 એપ્રિલ
વચ્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા છે.