• મંગળવાર, 24 માર્ચ, 2026

મિચેલ સ્ટાર્કનું દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવું હજુ અનિશ્ચિત

નવી દિલ્હી તા.23: ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની આઇપીએલ-2026 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડવવાની અનિશ્ચિતતા હજુ બની રહી છે. સ્ટાર્કને હજુ સુધી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી એનઓસી મળ્યું નથી. તેને ફિટનેસની કેટલીક સમસ્યા છે. આમ છતાં દિલ્હી કેપિટલ્સ ટીમના હેડ કોચ હેમાંગ બદાણીને આશા છે કે મિચેલ સ્ટાર્ક 1 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટસ સામેના શરૂઆતી મેચ અગાઉ ટીમ સાથે જોડાઇ જશે. બદાણીએ કહ્યું અમે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સંપર્કમાં છીએ. સ્ટાર્ક હાલ નેટમાં બોલિંગ કરી રહ્યો છે, પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને પૂરી રીતે ફિટ જાહેર કર્યો નથી. આથી તેને એનઓસી મળવામાં મોડું થઇ રહ્યું છે. આ મામલે ડીસી ટીમના કેપ્ટન અક્ષર પટેલે જણાવ્યું કે સ્ટાર્ક સમયસર ટીમ સાથે જોડાશે નહીં, તો ટીમ સંયોજન હિસાબે નિર્ણય લેવામાં આવશે. સ્ટાર્કે પાછલી સીઝનમાં 11 મેચમાં 14 વિકેટ લીધી હતી. અક્ષરે એમ પણ જણાવ્યું કે એન. નટરાજન પૂરી રીતે ફિટ છે.

Panchang

dd