• મંગળવાર, 24 માર્ચ, 2026

રાપરને પેયજળની સુવઈ યોજના માટે 25 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી

રાપર, તા. 23 :  ગુજરાત શહેરી વિકાસ મિશન અંતર્ગત સુવઈ ડેમથી રાપરને જોડતી 22 કીમી લાંબી પાઈપલાઈન યોજના માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રુપિયા 25 કરોડની રકમ ફાળવવામાં આવી છે જેની સૈદ્ધાંતિક મંજૂરી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. રાપરમાં પેયજળ માટે સ્થાનિક કોઈ સ્ત્રોત ન હોવાથી અને અપૂરતા સટોરેજથી જ્યારે કેનાલ બંધ હોય ત્યારે પીવાનાં પાણી માટે સમસ્યા થતી હતી. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ સમસ્યાનાં કાયમી ઉકેલ માટે આ સુવઈ ડેમથી રાપરને પેયજળ આપવા માટેની યોજનાનું સૂચન કરવામાં આવ્યું હતું. સુવઈથી રાપર અંદાજે બાવીસ કીમીની આ પાઈપલાઈન માટે ગુજરાત સરકારે રૂપિયા 25 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. વાગડની જનતા વતી ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજાએ ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પાણી પુરવઠા વિભાગ મંત્રી ઈશ્વરાસિંહ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વાગડનાં 57 જેટલા ગામોમાં નર્મદાનાં નીર માટે સરકારે રૂપિયા 2700 કરોડ જેવી રકમ બજેટમાં ફાળવ્યા બાદ આ યોજના માટે વધુ 25 કરોડ ફાળવવામાં આવતાં વાગડવાસીઓનો આનંદ બેવડાયો છે. જ્યારે પણ કેનાલ બંધ હોય ત્યારે રાપરમાં પીવાના પાણીની જાટિલ સમસ્યા સર્જાય છે. શહેરમાં નજીક માં મીઠા પાણીના સ્ત્રોત ન હોવાથી ઉનાળાના સમયમાં શહેરીજનોને 700 થી 800 રૂપિયાના ખર્ચે ટેન્કર મગાવવા પડે તેવી સ્થિતિ દર વર્ષે સર્જાય છે. ત્યારે આ યોજના સાકાર થયા બાદ આ સમસ્યા ભૂતકાળ બની જશે તેવો  આશાવાદ વ્યક્ત થઇ રહ્યો છે.

Panchang

dd