• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

દિનારા આરોગ્ય કેન્દ્ર ખૂટતી કડીઓ પૂર્ણ થતાં મજબૂત સેવા માટે સજ્જ

દિનારા (તા.ભુજ), તા. 14 : અદાણી ફાઉન્ડેશન દ્વારા દિનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય સુવિધાઓમાં ખૂટતી કડીઓ પૂરી પાડવામાં આવી હતી. ફાઉન્ડેશને તેના આરોગ્ય અને સમુદાય વિકાસના પ્રયાસો અંતર્ગત આ આરોગ્ય કેન્દ્રને વધુ સશક્ત બનાવવા માટે મહત્ત્વની સુવિધાઓ પૂરી પાડી છે. આ પહેલ દ્વારા સ્થાનિક વિસ્તારનાં લોકોને વધુ સારી અને આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવેલી મુખ્ય સુવિધાઓમાં સ્ટીલના બાંકડાસિમેન્ટના બાંકડા, શેડ, લાકડાની ટેબલ, ફાગિંગ મશીન, દવા છંટકાવ પમ્પ, આરઓ પ્લાન્ટ, મેડિસિન સપોર્ટ, ન્યુટ્રિશન કીટ સપોર્ટ, ઈન્વર્ટર અને બેટરી વગેરેનો સમાવેશ થાય છે. આ સુવિધાઓથી દર્દીઓ માટે બેઠક વ્યવસ્થા, રાહ જોવાની જગ્યા, સ્વચ્છ પાણી, ઔષધીય સપોર્ટ, પોષણ સહાય તેમજ વીજળીની અવિરત સપ્લાય સુનિશ્ચિત થશે. આ ઉપરાંત ફાગિંગ મશીન અને દવા છંટકાવ પમ્પથી આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણમાં મદદ મળશે, તેવું જણાવાયું હતું. ફાઉન્ડેશનના આ પ્રયાસોથી ખાવડા તાલુકાના દિનારા અને આસપાસનાં ગામડાઓનાં લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુલભ બનશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો થશે. ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોમાં સતત આરોગ્ય, શિક્ષણ અને સમુદાય વિકાસના કાર્યો કરી રહ્યું છે. ફાઉન્ડેશનના પ્રોગ્રામ હેડ યુવરાજાસિંહ જાડેજા સલીમ સમા દિનારાના ડોક્ટર શબાનાબેન તેમજ સ્ટાફગણ જોડાયા હતા. 

Panchang

dd