• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

નખત્રાણાનો ઠગ શિક્ષક ઝડપાયો

નખત્રાણા, તા. 14 : ગત ડિસેમ્બર માસમાં નખત્રાણાની સેન્ટ ઝેવિયર્સ ઈંગ્લીસ સ્કૂલમાં નોકરી કરતા પ્રજ્ઞેશ હતુભા બારહટ (રહે. રાજકોટ)નામના શિક્ષકે - રાજ્યમાં વિવિધ સ્થળે રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં કિક્રેટ રમાડવા હું લઈ જઈશ એ બહાનાથી 15 જેટલા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી રૂા. 4.43 લાખ ઉગરાવી નાસી ગયો હતો જેને નખત્રાણા પોલીસે અમદાવાદથી પકડી પાડયો છે. છેતરપિંડી કરનારો આ ઈસમ પોલીસ સ્ટેશને હોવાના સમાચારથી ઠગાઈનો ભોગ બનનાર 15 જેટલા વાલીઓ પોલીસ સ્ટેશને દોડી આવી પોલીસ સમક્ષ પોતે કઈ રીતે ઠગાઈનો ભોગ બન્યા તેની વિગતો આપી હતી.પી.આઈ. જે. ડી. સરવૈયાએ ગુનેગારની 25 દિવસથી શોધખોળના અંતે અમદાવાદથી પકડી લઈ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં તપાસ કરી તેની પાસેથી મોબાઈલ, આધારકાર્ડ વિગેરે ડોક્યુમેન્ટ તથા વાલીઓએ ગુગલપેથી ઈસમને કરેલા રૂા. 4.43 લાખની રકમના પુરાવા જપ્ત કર્યા હતા. બીજી તરફ ઈગ્લીસ સ્કૂલમાં ઠગને નોકરીએ રાખેલા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના જવાબદારો કર્મચારીઓથી ઠગની શાંઠગાંઠ હોવાની વાલીઓ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ સંદર્ભે ઠગાઈનો ગુન્હેગાર પકડાયા પછી ઈંગ્લીસ સ્કૂલની ઠયાઈ પ્રકરણમાં ભૂમિકાની માહિતી મળશે. પી.આઈ. સરવૈયાના જણાવ્યા મુજબ ઠગાઈ કરનાર ઈસમ પ્રજ્ઞેશએ અમદાવાદ, રાજકોટ, કચ્છના ભુજ-અંજાર સહિતની સ્કૂલોના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવ્યાની માહિતી મળી છે. આ બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરાશે તેવું શ્રી સરવૈયાએ જણાવ્યું હતું. 

Panchang

dd