• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

પાલારા જેલમાંથી ફરી મોબાઈલ, રાઉટર ચાર્જર ગટરના પાઈપમાંથી મળી આવ્યા

ભુજ, તા. 14 : પાલારા ખાસ જેલમાંથી અનેક વખત મોબાઈલ મળી ચૂકયા છે, પરંતુ તેના ઉપયોગકર્તા તથા આ મોબાઈલ કઈ રીતે અહીં આવે છે તેવા પ્રશ્નો હજુએ વણઉકેલ્યા છે તે વચ્ચે ફરી જેલમાં ગટરના પાઈપમાંથી મોબાઈલ, રાઉટર અને ચાર્જર મળી આવ્યા છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ જેલ અધીક્ષકના માર્ગદર્શન હેઠળ આજે સ્થાનિક ઝડપી સ્કોર્ડે રૂટીન મુજબ છાનબીન કરતાં જનરલ સંડાસ-બાથરૂમની આગળના ભાગે આવેલા ગટરની ચેમ્બરના પાઈપની અંદર છુપાવી રાખેલો એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, જીઓ કંપનીનું રાઉટર તથા એક ચાર્જર  મળી આવ્યા હતા. બિનવારસુ મળેલા આ મોબાઈલ, રાઉટર, ચાર્જર અંગે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરાવી જેલમાં પ્રતિબંધિત મોબાઈલ ફોનને એફ.એસ.એલ. ખાતે ચકાસણી અર્થે મોકલાશે. 

Panchang

dd